Kothiya vivek

Kothiya Vivek
2010-07-06 14:34:01 (UTC)

વર્તમાનમાં જીવો એ જ તમારું મેડિટેશન ..........જીવનમાં સાદગી સ્વાભિમાનને જગાડે છે‏

દરેક ધર્મનું બહારનું સ્વરૂપ દેશ-કાળની સ્થિતિમાં બદલાતું રહે છે. જો કંઈ બદલાતું ના હોય
તો તે છે તેના અંદર રહેલું અધ્યાત્મ. અધ્યત્મ હંમેશાં સામાયિક હોય છે. એટલે કે આપણે
એમ કહી શકીએ કે આજે જે આપણી પાસે છે તેને એક ભેટની જેમ ખોલવાની કળા આપણને
આવડવી જોઈએ. મેડિટેશનનો એક અર્થ એ છે કે તે ક્ષણમાં જીવવું જે વર્તમાનમાં છે.

ભગવાન મહાવીરે આને સામાિયક કહ્યું છે અને બુદ્ધે તેને જ બોધ નામ આપ્યું છે, પરંતુ
ધ્યાન એમ નહીં મેળવી શકાય. તેના માટે કેટલીક સીડીઓ ચઢવી પડશે. જેમાંથી એક છે
પવિત્રતા. મુસ્લિમ ફકીરો હદીસનો ઉલ્લેખ કરીને કહે છે કે જે વ્યક્તિ હજ કરે અને તેમાં
કોઈ પાપની વાત ન કરે, અલ્લાહની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરે તો તે એવો પવિત્ર અને
સ્વચ્છ થઈને પાછો ફરશે, જેવો કે જન્મ સમયે બિલકુલ નિરપરાધ હતો. અહીં પણ
પવિત્રતા પર ભાર મુકાયો છે.

પવિત્રતા, ધ્યાનને સરળ બનાવે છે. ધ્યાન લગાવવા માટે પગથિયાં ચઢવા જોઈએ,
સીધો કૂદકો મારવાનો પ્રયાસ કરવો નહીં. બુદ્ધ તેમના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તેમણે
એક ગામનું સરનામું પૂછ્યું. જુદા-જુદા ગામના લોકોએ અંતરને ટૂંકું કરીને બતાવ્યું. ‘બસ
થોડે દૂર જ છે’ આ સાંભળતાં-સાંભળતાં તેમને ઘણે દૂર સુધી જવું પડ્યું. શિષ્યોએ બુદ્ધને
કહ્યું કે ગામના લોકો જુઠ્ઠા અને બેઈમાન છે.

બુદ્ધ બોલ્યા, તમે ખોટું સમજી રહ્યા છો, જો તેઓ પહેલા જ એમ કહી દેત કે ગામ ઘણે દૂર
આવેલું છે તો આપણે થાકી જતા. થોડા થોડા અંતરની વાતે આપણી હિંમત જાળવી
રાખી. બસ આવી રીતે જ ધ્યાન માટે પવિત્રતાની સીડી પર થોડો થોડો સમય રોકાવું
પડશે. દરેક ધર્મ અંદરથી તો લગભગ એક જ વાત કરે છે.

***********************************************************
******************************************

જીવનમાં સાદગી સ્વાભિમાનને જગાડે છે
Jivan Panth

આજે સાધન, સંસાધન અને સુવિધાઓમાં કોઈ ચીજની કમી નથી. આમ છતાં પણ
આપણા દેશમાં અમીર-ગરીબ વચ્ચેની ખીણ બહુ ઊંડી છે. થોડા દિવસ અગાઉ એક
વિદેશયાત્રા દરમિયાન નાઇજિરિયામાં ભારતીય મૂળના એક ઉદ્યોગપતિની પ્રગતિ જોઈને
તેમને સવાલ પૂછ્યો કે તમે ભારત છોડીને અહીં શા માટે વસી ગયા છો?

તેમનો જવાબ હતો કે ભારતમાં જેટલી તકો છે તેના કરતાં વિઘ્ન વધુ છે. ભ્રષ્ટાચાર
તેમાંનો એક છે. તેમણે સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર તો વિદેશમાં પણ છે પરંતુ ભારતમાં તો ભ્રષ્ટ
લોકો નાણાં પણ લઈ લે છે અને કામ પણ કરતા નથી. આપણે જ્યારે વિદેશયાત્રા પર
હોઈએ ત્યારે આપણો દેશ ઘણી બાબતો માટે યાદ આવે છે.

તેમાંથી એક છે આપણા દેશનો આધ્યાત્મિક શૃંગાર. ઘણી વખત એવું લાગે છે કે
આધ્યાત્મિક જાગૃતિ જ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકશે. યોગાચાર્ય બાબા
રામદેવે ‘જાગો સ્વાભિમાન આંદોલન’ દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે જે અભિયાન ચાલુ
કર્યું છે, તે કેટલીક રીતે યોગ્ય છે કે યોગથી જાગૃત થયેલા લોકો ઈમાનદારીને સારી રીતે
સમજી શકશે.

જેટલી તીવ્રતા સાથે ‘ઈમાનદાર બનો’ નો સંકલ્પ ફેલાશે તેટલી ભ્રષ્ટાચાર દૂર કરવામાં
સરળતા રહેશે.ઉચ્ચ વિચારમાં ‘સાદગી’ શબ્દની આધ્યાત્મિક વ્યાખ્યાને સમજવી પડશે.
એટલે કે ઈમાનદારી, સમજદારી અને બહાદુરીના ત્રણ ગુણ જ સાદગી છે. ભૌતિક
યોગ્યતાઓ આપણને સુખ-સુવિધાઓથી સંપન્ન બનાવી દેશે, પરંતુ જો મગજની વિકૃતિ
દૂર કરવી હોય અને સમગ્ર વ્યક્તિત્વ પ્રેમભર્યું રહે એવું કરવું હોય તો અધ્યાત્મ જ કામ
લાગશે. આથી દરેક ભારતીયોએ યોગનો ઉપયોગ દેશને ભ્રષ્ટાચારમુકત બનાવવા માટે પણ
કરવો જોઈએ.




Ad: